અભિવ્યક્તિ

આ બ્લોગ મારી આંતરિક ભાવનાઓની એક પ્રકારની અભિવ્યક્તિઓ માટેનો એક પ્રયત્ન છે.જીવનની રોજ-બ-રોજની ઘટનાઓમાં અમુક બાબતો જે આપણા અંતરતલને સ્પર્શી જતી હોય છે-તેને શબ્દોમાં કંડારવાનો એક પ્રયત્ન કર્યો છે.ઉપરાંત,શાળા જીવનમાં/કોલેજકાળ દરમિયાન વાંચેલું-સાંભળેલું કાંઈક સ્પર્શી ગયું હોય તે નોટસમાં ટપકાવી લેવાની આદત હતી;;તે કરાયેલું સંકલન પણ સમય-સંજોગો મળ્યેથી આ બ્લોગમાં સમાવવાની/ટપકાવવાની ઈચ્છા છે.

Wednesday, September 5, 2018

Teacher's Day message

One of my Ex MPHW Student's touchy and poetic message -----

Teacher's day.....
        Everyday!!!!!
Teacher નહીં...
       પણ
Giver.......
'Zero'થી શરૂ કરી 'hero'બનવાની યાત્રા કરાવનાર teacher ને thanks.....

' irritation 'થી નહીં પણ ' innovationના ડગલાં ભરાવી 'pain 'થી ' gain' સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Lazy'માંથી  ' crazy' બનાવી જ્ઞાન વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks... 

માઇન્ડનું 'હેકિંગ'કરી ભલાઈનું વાઇરસ ઇન્સ્ટોલ કરીને ભાવ વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

મગજને ચાર્જ કરી આપી 'want to 'થી 'have to ' સુધીની વિચાર વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

'ફ્લોપ'અને ' ફ્લિપ' નો સામનો કરી શકીએ તે માટે શોષવાયેલા નહીં પણ સોશિયલાઈઝડ મગજની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Hurt' કર્યા વગર 'heart"થી એક એજન્ટ રૂપે ખુદને ખુદાની સાથે  યાત્રા કરાવનાર teacher ને thanks....

આપણાં 'ટીચર 'બની અંદર રહેલા 'ચીટર 'ને દૂર કરી
શબ્દથી સત્ય સુધી
પુસ્તકથી પ્રેમ સુધી
અને કલમ
થી કરુણા સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks...

ગુગલમેપ રસ્તો બતાવે પણ રસ્તા પરના ડાયવર્ઝન , બમ્પ ,અને ટ્રાફિકની માહિતી આપી . અવરોધો દૂર કરી .  સાચી દિશા બતાવનાર teacher ને thanks... Happy Teacher's Day....

Monday, September 25, 2017

આરોગ્ય નાં સાત વત્તા ચાર સુચિતાંકો ગરબો

આરોગ્ય સુચિતાંકોની રંગતાલી ( ઢાળ- રંગતાલી રંગતાલી રંગતાલી રે રંગમાં રંગતાલી )

રંગતાલી રંગતાલી રંગતાલી રે રંગમાં રંગતાલી

મા આરોગ્યનાં ગરબાવાળી રે રંગમાં રંગતાલી....

મા નીતિ આયોગ સૂચિતાંકો વાળી રે રંગમાં રંગતાલી,

મા સાત ચાર અગિયાર વાળી રે રંગમાં રંગતાલી....

મા – બાળકની કેર લેનારી રે રંગમાં રંગતાલી....

એનાં મૃત્યુ અટકાવનારી રે રંગમાં રંગતાલી....

સ્વસ્થ બાળને જન્મ દેનારી રે રંગમાં રંગતાલી....

ઓછું વજન નિવારનારી રે રંગમાં રંગતાલી....

મા બાળકને રસી દેનારી રે રંગમાં રંગતાલી....

તેમાં પૂર્ણતા તું ચાહનારી રે રંગમાં રંગતાલી....

મા પોષણની.. આપનારી રે રંગમાં રંગતાલી....

પાંડુ..રોગ તણી તું હરનારી રે રંગમાં રંગતાલી....

મા રોગોને સંહારનારી રે રંગમાં રંગતાલી....

આવી સાત ચાર ની છે ચાવી રે રંગમાં રંગતાલી....

સુખ સમૃદ્ધિની દેનારી રે રંગમાં રંગતાલી....

બાળ વચ્ચે અંતર રાખનારી રે રંગમાં રંગતાલી....

બીપી ડાયાબીટીસ હરનારી રે રંગમાં રંગતાલી....

જીવનશૈલી સુધારનારી રે રંગમાં રંગતાલી....

મા તું મનનાંયે સુખની છો ચાવી રે રંગમાં રંગતાલી....

“જ્યોતિ” થઈ હ્રદયે છો તું સ્થાયી રે રંગમાં રંગતાલી....

ફક્ત આશાની નથી જવાબદારી રે રંગમાં રંગતાલી....

અમે સૌ તારા પુજારી રે રંગમાં રંગતાલી....

------બોલો નીતિ આયોગની જય------

-----બોલો સાત બટા અગિયારની જય-------

રચયિતા- ડો.જ્યોતિ હાથી

           તા. ૨૭/૯/૨૦૧૭

Saturday, February 25, 2012

પ્રેમલ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ !


પ્રેમલ જ્યોતિ તારો દાખવીમુજ જીવનપંથ ઉજાળ !પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાંનિજ શિશુને સંભાળપ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજદૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર નએક ડગલું બસ, થાયમારે એક ડગલું બસ, થાય પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા હામ ભીડી મૂઢ બાળ,  હવે માગું તુજ આધાર પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વમારે આજ થકી નવું પર્વ પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુઆજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેરદાખવી પ્રેમલ જ્યોતિની સેર પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહોસર્વ વટાવી કૃપાળ મુને પહોંચાડશે નિજ દ્વાર પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળજે મેં ખોયા હતાં ક્ષણવાર પ્રેમલo

- નરસિંહરાવ દિવેટિયા.

Friday, February 24, 2012

Brother (Ashwin Parmar )-poem-HIV


My own creation - Kerala Tour- 7/6/2010

હરિયાળી આ ગિરિકંદરાઓ પર ધુમ્મસ નિહાળી આવી વાલમ મને તારી યાદ,
આમ તો આ પ્રક્રૂતિની પાંગતમાં હરહંમેશ આવે મને તારી યાદ..

ફુલોમાં તું જ મલકતો ભાસે,ઝરણામાં તું ભીંજવતો ભાસે,
પંખીઓની મીથી ગુંજમાં તુજ સાદ,વાદળરૂપે પણ તું શ્વસતો ભાસે,
હરિયાળી,પહાડી,ફુલો ને ઝરણાઓ-આમ તો સઘળુ આપે મને તારી યાદ
પરંતુ ધુમ્મસ,ઝાકળ ને વાદળા-એ તો તુજ રૂપ જાણે સાક્ષાત ! 


ધુમ્મસ આવે પાસ અને થાયે આભાસ,જાણે વાલમ ખુદ આવે છે મુજ પાસ, 
ક્ષણભર થંભી જાયે શ્વાસ,જાણે હમણા જ સ્પર્શીને લેશે બાથ, 
નિહાળુ આસપાસ ચોપાસ,જાણે હમણા મળશે મારો નાથ...
પરંતુ,ધુમ્મસ અને વાલમ -જાણે એકરૂપ સાક્ષાત !


ક્ષણિક થાયે જાણે અહીં જ છે તુ,વસતો મારી આસપાસ ચોપાસ,
પણ...પળભરમાં ક્યાં ઉડી જાયે....!!
ક્ષણિક લાગે હમણા જ લેશે તુજ આગોશમાં,
પણ...ક્ષણભરમાં તું અદ્રશ્ય થાયે..!!
આમ તો હર શ્વાસમાં મારા ધુમ્મસરૂપે તું જ શ્વસતો,
પણ...સ્પર્શવા જાઉં તો છુટી જાયે..!!


અરે પણ ...આ શું..??? કોઈ મને કહેશો આ ઝરણું ક્યાંથી ફુટ્યું??
જાણે વહેતી પ્રિયતમની લાગણીઓ ધોધમાર...!!
નક્કી-ધુમ્મસનું જ આ પરિણામ... 
મારા સાજનની ભીની સંવેદના અપાર....!! 
સઘળી ભ્રમણાઓ વાસ્તવ બનતી નિહાળું આજે... 
જ્યારે તુજને ધુમ્મસમાંથી ઝરણારૂપે ઝરમર ઝરતો..મુજને ભીંજવતો...ભાળું આજે...!!!!

દીકરી મારી લાડકવાયી - Singer- Manhar Udhas


દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.

દીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય,
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર… દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ,
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારાં લાગે મને પરીનો અણસાર… દીકરી મારી લાડકવાયી

કાલી-ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઇને ગૂંજે
પાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માતપિતાનો સાચે છે આધાર…. દીકરી મારી લાડકવાયી

હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવું
હાલરડાંની રેશમી રજાઇ તને હું ઓઢાડું
પાવન પગલે તારા, મારો ઊજળો છે સંસાર…
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.

નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ- ટ્રેનીંગના પહેલા દિવસનો અભ્યાસક્રમ-કાવ્યરૂપે -created by અશ્વીન પરમાર સ્ટાફ બ્રધર કાલાવડ


વ્હાલા વ્હાલા લાગે નાના બાળ,લઈયે એની કાળજીભરી સંભાળ
જીવીત રહેશે જો ઝાઝા બાળ ખુશહાલ બનશે આવતીકાલ
દસે નવ તો જન્મે સાજાનરવા,દસે એકની જો કરીયે વિશેષ પરવા
ઘટશે નવજાત શિશુ મ્રુત્યુદર,નાથી શકશું ઉંચો જન્મદર

જન્મ પહેલા અડધા કલાકે પ્રસુતિરૂમમાં કરીયે તૈયારી
કાળજીપુર્વક કરીયે બંધ પંખા,A.C,બારણા બારી
પછી તૈયાર કરીયે બેબી કોર્નર,હોય તો ચાલુ કરીયે રેડીયન્ટ વોર્મર
નહીં તો ૨૦૦ વોટનો બલ્બ જલાવી,
પછી શોધીયે યોગ્ય મદદનીશ,જે છોડે નહીં છેવટ સુધી સાથ,
પછી કરી લો સાત વસ્તુ એકઠી
ફરી ચોકસાઈ કરીયે,નથી તૈયારી કોઈ અધુરી;,બધી બાબત છે બરાબર તેની કરીયે પુરી ખાતરી

આવી ગઈ શિશુજન્મની વેળા,સહુ સંકલનથી કરીયે કામ ભેળા,
હોય જો ચોખ્ખુ ગર્ભજળ,ઝટપટ કરીયે કોરૂં બાળ
બગાડ વાળુ જો લાગે ગર્ભજળ,તુરંત મોં,નાક માંથી ચુસીયે પ્રવાહીજળ,
પછી કરીયે કોરૂં બાળ,શ્વાસોશ્વાસની કરીયે સંભાળ,
હોય બધું બરાબર તો થશે પ્રાથમિક સંભાળ

ન હોય બરાબર શ્વાસ તો કટ કરીયે નાળ
પછી કરીયે શરૂઆતનાં પગલાનો પ્રારંભ
લાગે બરાબર જો શ્વાસોશ્વાસ,નિરીક્ષણ હેઠળ રાખો સંભાળ
જો શ્વાસોશ્વાસમાં તકલીફ અનુભવે બાળ,અડધી મીનીટ કૃત્રિમ શ્વાસોશ્વાસથી લો સંભાળ
ફરી ચકાસો શ્વાસોશ્વાસ,
ન લાગે બરાબર શ્વાસોશ્વાસ,મદદ માટે મોકલાવો સંદેશ,ચાલુ રાખો કૃત્રિમ શ્વાસોશ્વાસ
પ્રાપ્ય હોય તો ઓક્સીજન આપો,હ્રદય ધબકાર બરાબર ચકાસો
હ્રદય ધબકાર આંક આવે ૧૦૦થી ઓછો, ઓક્સીજન સાથે કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ રાખો
આધુનિક સારવાર ફટાફટ શરૂ કરો,સંદર્ભ સેવાની વિના વિલંબે વ્યવસ્થા કરો.