અભિવ્યક્તિ

આ બ્લોગ મારી આંતરિક ભાવનાઓની એક પ્રકારની અભિવ્યક્તિઓ માટેનો એક પ્રયત્ન છે.જીવનની રોજ-બ-રોજની ઘટનાઓમાં અમુક બાબતો જે આપણા અંતરતલને સ્પર્શી જતી હોય છે-તેને શબ્દોમાં કંડારવાનો એક પ્રયત્ન કર્યો છે.ઉપરાંત,શાળા જીવનમાં/કોલેજકાળ દરમિયાન વાંચેલું-સાંભળેલું કાંઈક સ્પર્શી ગયું હોય તે નોટસમાં ટપકાવી લેવાની આદત હતી;;તે કરાયેલું સંકલન પણ સમય-સંજોગો મળ્યેથી આ બ્લોગમાં સમાવવાની/ટપકાવવાની ઈચ્છા છે.

Friday, February 24, 2012

My own creation - Kerala Tour- 7/6/2010

હરિયાળી આ ગિરિકંદરાઓ પર ધુમ્મસ નિહાળી આવી વાલમ મને તારી યાદ,
આમ તો આ પ્રક્રૂતિની પાંગતમાં હરહંમેશ આવે મને તારી યાદ..

ફુલોમાં તું જ મલકતો ભાસે,ઝરણામાં તું ભીંજવતો ભાસે,
પંખીઓની મીથી ગુંજમાં તુજ સાદ,વાદળરૂપે પણ તું શ્વસતો ભાસે,
હરિયાળી,પહાડી,ફુલો ને ઝરણાઓ-આમ તો સઘળુ આપે મને તારી યાદ
પરંતુ ધુમ્મસ,ઝાકળ ને વાદળા-એ તો તુજ રૂપ જાણે સાક્ષાત ! 


ધુમ્મસ આવે પાસ અને થાયે આભાસ,જાણે વાલમ ખુદ આવે છે મુજ પાસ, 
ક્ષણભર થંભી જાયે શ્વાસ,જાણે હમણા જ સ્પર્શીને લેશે બાથ, 
નિહાળુ આસપાસ ચોપાસ,જાણે હમણા મળશે મારો નાથ...
પરંતુ,ધુમ્મસ અને વાલમ -જાણે એકરૂપ સાક્ષાત !


ક્ષણિક થાયે જાણે અહીં જ છે તુ,વસતો મારી આસપાસ ચોપાસ,
પણ...પળભરમાં ક્યાં ઉડી જાયે....!!
ક્ષણિક લાગે હમણા જ લેશે તુજ આગોશમાં,
પણ...ક્ષણભરમાં તું અદ્રશ્ય થાયે..!!
આમ તો હર શ્વાસમાં મારા ધુમ્મસરૂપે તું જ શ્વસતો,
પણ...સ્પર્શવા જાઉં તો છુટી જાયે..!!


અરે પણ ...આ શું..??? કોઈ મને કહેશો આ ઝરણું ક્યાંથી ફુટ્યું??
જાણે વહેતી પ્રિયતમની લાગણીઓ ધોધમાર...!!
નક્કી-ધુમ્મસનું જ આ પરિણામ... 
મારા સાજનની ભીની સંવેદના અપાર....!! 
સઘળી ભ્રમણાઓ વાસ્તવ બનતી નિહાળું આજે... 
જ્યારે તુજને ધુમ્મસમાંથી ઝરણારૂપે ઝરમર ઝરતો..મુજને ભીંજવતો...ભાળું આજે...!!!!

No comments: