અભિવ્યક્તિ

આ બ્લોગ મારી આંતરિક ભાવનાઓની એક પ્રકારની અભિવ્યક્તિઓ માટેનો એક પ્રયત્ન છે.જીવનની રોજ-બ-રોજની ઘટનાઓમાં અમુક બાબતો જે આપણા અંતરતલને સ્પર્શી જતી હોય છે-તેને શબ્દોમાં કંડારવાનો એક પ્રયત્ન કર્યો છે.ઉપરાંત,શાળા જીવનમાં/કોલેજકાળ દરમિયાન વાંચેલું-સાંભળેલું કાંઈક સ્પર્શી ગયું હોય તે નોટસમાં ટપકાવી લેવાની આદત હતી;;તે કરાયેલું સંકલન પણ સમય-સંજોગો મળ્યેથી આ બ્લોગમાં સમાવવાની/ટપકાવવાની ઈચ્છા છે.

Thursday, July 15, 2010

મારી ડાયરીમાંથી-૧

                                                      માની લીધાનાં જોખમો


મેં માની લીધુ કે એ મારો પ્રેમ જાણતો હતો.મિત્રતા હતી,ગાઢ સંબંધ હતો;સાચો પ્રેમ હતો એ સ્પષ્ટ હતું.અને કહેવાની જરૂર નહોતી.એટલે કે મેં એમ માની લીધું કે કહેવાની જરૂર નહોતી.પણ હકીકતમાં એ કહેવાની જરૂર હતી જ.મારો સ્વભાવ જુદો અને એનો જુદો.મને બોલવાની જરૂર જણાતી નહોતી.પણ એને સાંભળવાની જરૂર હતી જ.અને હું બોલતો નહોતો એટલે એ અકળાતો હતો અને મારો પ્રેમ ઓછો છે એમ માની બેઠો હતો.એણે માની લીધુ હતુ કે પ્રેમ હોય ત્યારે એ શબ્દોમાં સીધો વ્યક્ત કરવો જોઇએ;અને મેં માની લીધું કે પ્રેમ છે જ.,પછી કહેવાની જરૂર?મારી વાત હું એને ન કહું અને એની વાત એ મને ન કહે;કારણ કે બંની માની લીધું હતું કે વાત સ્પષ્ટ હતી.માની લીધેલ વાત કહેવાની ક્યાં જરૂર છે?અરે વિશેષ જરૂર છે.એટલે કે કોઈ પણ વાત માની ન લેવી સારી.પણ જણાવવી,પુછવી;ખાતરી કરવી.એ રીતે ગેરસમજ ટળે.માની લેવામાં આળસ છે !અનુકરણ છે ! પરાવલંબન છે !સાચું હશે,;બધાં એમ કહે –પુછવાની જરૂર નથી,ખાતરી કરવાની જરૂર નથી.માની લેવું સહેલુ છે. માની લેવું કે આમ હતું એટલે આમ હશે;આમ થવું જોઈયે એટલે આમ થાશે... માની લો;સ્વીકારી લો;ગાડી કેટલા વાગે ઉપડે છે? ૮ વાગે.હા,હા,ગયે મહીને હું એ જ ગાડીમાં ગયો હતો અને ૮ વાગે ઉપડી એટલે પોણા આઠે જઈશું.જાઓ ...અને ગાડી ચુકી જાઓ.કારણ કે આ મહીનામાં એનો સમય બદલાયો છે.અને ૭ વાગે ઉપડે છે.જાતે જોવાનું હતું,જાતે તપાસ કરવાની હતી.જાતે ખાત્રી કરવાની હતી.ખાલી સાંભળેલી વાત માની લેવાથી તો ગાડી ચુકી જ જવાય.લોકો માની લઈને જ ચાલે છે અને અને ચલાવે છે.રસ્તામાં પણ અને જીવનમાં પણ .ને એટલા માટે જ ગાડી ચુકી જવાય છે.અને ભુલો પડે છે અને દુખ આવે છે.મારો આગ્રહ છે કે હું એમ ને એમ કંઈ કોઈનું કીધેલું,સાંભળેલું માની લઈશ નહીં,પણ મારાથી બને એટલી તપાસ,અભ્યાસ,ખાત્રી કરીને જ આગળ વધીશ.

                                                                                                                                      -ફાધર વાલેસ

Sunday, July 11, 2010

બાલિકા સમૃધ્ધિ યોજના-યોજના એક;ફાયદા અનેક

જુનાગઢ જીલ્લાની આંગણવાડી કાર્યકર અને સ્ત્રી આરોગ્ય કર્મચારી બહેનોની IMNCI તાલીમ દરમિયાન રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી.ખુબ સમજાવવા છતા રસીકરણ માટે સંમત ન થતી પબ્લીકને કઈ રીતે સમજાવવી તે ચર્ચા દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીની Visionary C.M તરીકેની છાપ અમસ્તી નથી પડી;તે ફલિત થયુ.જે ચર્ચા થઈ તે બહેનોનાં જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે-“પહેલા એ લોકો રસીકરણ માટે માનતા નહીં એ અમારે માટે મોટો પ્રોબ્લેમ હતો;પણ બાલિકા-સમૃધ્ધિ યોજના પછી તે લોકો હવે સામેથી રસીકરણ માટે માનવા માંડ્યા છે.કેમ કે આ યોજનાનો લાભ મેળવવા માટે રસીકરણ પુરેપુરુ કરાયેલ છે-તે દાખલો હોવો પુર્વશરત છે.” વધુ ચર્ચા કરાતા માલુમ થયુ કે આ યોજનાને કારણે એ સિવાયનાં પણ ફાયદા છે-
૧) છોકરીઓને પુરેપુરુ રસીકરણ અપાવા માંડ્યુ.
 ૨)મંત્રીનો દાખલો લેવા જાય ત્યારે મંત્રી વેરા પુરા ભરી દેવા કહે;એટલે જે લોકો પુરા વેરા નહોતા ભરતા;તે ભરવા લાગ્યા.
 ૩)છોકરીઓને ભણાવવાથી પૈસા મળશે-માટે છોકરીઓને ભણાવવા માટે તૈયાર થયા.
૪)૧૮ વર્ષની થાય ત્યારે પૈસા ઉપડે એટલે બાળ –લગ્ન પણ અટકે.
૫)ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અન્ય લાભાર્થીઓને લાભ મળતા જોઈને ;જે લોકોએ દિકરી માટે ખાતા નહોતા ખોલાવ્યા;તે પણ ખોલાવવા લાગ્યા અને રસીકરણ માટે પણ પોઝીટીવ વલણ અપનાવતા થયા.
૬) ખાતુ માતાને નામે ખોલાતુ હોઈને પણ વલણ પોઝીટીવ બન્યુ.અને દિકરીની સાથે માતાનુ મહત્વ પણ સ્થાપિત થયુ.

Ohh ,..Narendra Modisaheb....You are really great; and visionary C.M of Gujarat. Hats off to u and we are always feeling lucky for having you as our C.M Sir. May God bless you and your (Our) Gujarat. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ફક્ત માનનીય નહીં પણ માનવીય પણ છે...

Saturday, July 3, 2010

સ્નેહનિર્ઝર સંસ્થા અને અંધમહિલા વિકાસગૃહની મુલાકાત

તા.૧/૭/૨૦૧૦નાં રોજ સવારે MPW બેઝીકનાં મારા Students ની સાથે માનસિક વિકલાંગોની ટ્રેનીંગ-સ્કુલ-"સ્નેહનિર્ઝર"ની મુલાકાત લેતા તે વિદ્યાર્થીઓને મળતા જે અનુભવ થયો તે કોઈ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.સંસ્થા જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે.માનસિક વિકાસમાં ખામી વાળા વ્યક્તિઓને પગભર કરવાનાં સંસ્થાનાં પ્રયત્નો-આ વિદ્યાર્થીઓ પાસે બટેટાની વેફર બનાવડાવે,રાખડી,મોબાઈલ-કવર,મિણબત્તી વગેરે પણ -આ બાળકો કે જેને મગજ-શક્તિ આપવામાં કુદરતે મણા રાખી દીધી છે- તે લોકો બનાવે અને બજારભાવે જ તે આમજનતાને ઉપ્લબ્ધ થાય ;અને મળેલા નાણા ફરી જે-તે લઘુઉદ્યોગનું રો મટીરીયલ લેવા માટે જ ખર્ચ કરવામાં આવે છે.-આ પ્રયત્નો ખરેખર જ સરાહનીય છે.
"બધા જ જન્મે છે,જીવે છે અને મરે છે-પણ જે બીજા માટે જીવે છે તે જ ખરેખર જીવે છે; અન્ય તો જીવતા કરતા મરેલા વિશેષ છે" તે સ્વામી વિવેકાનંદ નાં શબ્દોને વાસ્તવિકતામાં અમલી બનાવનાર સેવાભાવી વ્યક્તિઓને દિલથી નમસ્કાર.
અંધમહિલા વિકાસગૃહ માં પણ આવો જ કાંઈક અનુભવ થયો.જે સ્પીડમાં આ બહેનો બ્રેઈલ લિપિમાં વાંચી શકતી હતી તે આંખોવાળી વ્યક્તિઓને પણ અચરજ પમાડે તેવું હતુ-મધુર સુરીલા કંઠમાં ગીતાનો ૧૨મો અધ્યાય સંભળાવ્યો -અને નાની નાની વાતોમાં સગવડ ન સચવાવાનાં કારણે બળાપો કાઢનારા આપણને સૌને આ મુલાકાત પછી ભગવાને આપણને શું આપ્યું છે-તે રીઅલાઈઝ થાય તેવી આ મુલાકાતો સદૈવ યાદગાર રહેશે.અને થોડુક પણ આ જીવનમાં આ કાંઈક અધુરાશ લઈને આવેલી વ્યક્તિઓને પુર્ણતાનો અહેસાસ કરાવતી પ્રવ્રુત્તિઓમાં અગર યોગદાન આપી શકીયે તો  આપણા જીવનની સાર્થકતા અનુભવી શકીશું.
માનનીય શ્રીનરેન્દ્ર મોદીસાહેબની પણ હું ફેન છું અને  એક ટીવી ચેનલ સાથેની મુલાકાત દરમિયાન તેમનાં  કવિહૃદય અંગે જવાબ આપતા તેઓએ પણ જે કહેલ છે કે -"કવિતાનો જન્મ કરૂણામાંથી થાય છે"-તે કરૂણાની લાગણી આ મુલાકાતો પછી સાચા અર્થમાં અનુભવી.