તા.૧/૭/૨૦૧૦નાં રોજ સવારે MPW બેઝીકનાં મારા Students ની સાથે માનસિક વિકલાંગોની ટ્રેનીંગ-સ્કુલ-"સ્નેહનિર્ઝર"ની મુલાકાત લેતા તે વિદ્યાર્થીઓને મળતા જે અનુભવ થયો તે કોઈ શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.સંસ્થા જે રીતે કાર્ય કરી રહી છે તે પ્રશંસનીય છે.માનસિક વિકાસમાં ખામી વાળા વ્યક્તિઓને પગભર કરવાનાં સંસ્થાનાં પ્રયત્નો-આ વિદ્યાર્થીઓ પાસે બટેટાની વેફર બનાવડાવે,રાખડી,મોબાઈલ-કવર,મિણબત્તી વગેરે પણ -આ બાળકો કે જેને મગજ-શક્તિ આપવામાં કુદરતે મણા રાખી દીધી છે- તે લોકો બનાવે અને બજારભાવે જ તે આમજનતાને ઉપ્લબ્ધ થાય ;અને મળેલા નાણા ફરી જે-તે લઘુઉદ્યોગનું રો મટીરીયલ લેવા માટે જ ખર્ચ કરવામાં આવે છે.-આ પ્રયત્નો ખરેખર જ સરાહનીય છે.
"બધા જ જન્મે છે,જીવે છે અને મરે છે-પણ જે બીજા માટે જીવે છે તે જ ખરેખર જીવે છે; અન્ય તો જીવતા કરતા મરેલા વિશેષ છે" તે સ્વામી વિવેકાનંદ નાં શબ્દોને વાસ્તવિકતામાં અમલી બનાવનાર સેવાભાવી વ્યક્તિઓને દિલથી નમસ્કાર.
અંધમહિલા વિકાસગૃહ માં પણ આવો જ કાંઈક અનુભવ થયો.જે સ્પીડમાં આ બહેનો બ્રેઈલ લિપિમાં વાંચી શકતી હતી તે આંખોવાળી વ્યક્તિઓને પણ અચરજ પમાડે તેવું હતુ-મધુર સુરીલા કંઠમાં ગીતાનો ૧૨મો અધ્યાય સંભળાવ્યો -અને નાની નાની વાતોમાં સગવડ ન સચવાવાનાં કારણે બળાપો કાઢનારા આપણને સૌને આ મુલાકાત પછી ભગવાને આપણને શું આપ્યું છે-તે રીઅલાઈઝ થાય તેવી આ મુલાકાતો સદૈવ યાદગાર રહેશે.અને થોડુક પણ આ જીવનમાં આ કાંઈક અધુરાશ લઈને આવેલી વ્યક્તિઓને પુર્ણતાનો અહેસાસ કરાવતી પ્રવ્રુત્તિઓમાં અગર યોગદાન આપી શકીયે તો આપણા જીવનની સાર્થકતા અનુભવી શકીશું.
માનનીય શ્રીનરેન્દ્ર મોદીસાહેબની પણ હું ફેન છું અને એક ટીવી ચેનલ સાથેની મુલાકાત દરમિયાન તેમનાં કવિહૃદય અંગે જવાબ આપતા તેઓએ પણ જે કહેલ છે કે -"કવિતાનો જન્મ કરૂણામાંથી થાય છે"-તે કરૂણાની લાગણી આ મુલાકાતો પછી સાચા અર્થમાં અનુભવી.
No comments:
Post a Comment