પ્રેમલ
જ્યોતિ તારો દાખવી, મુજ
જીવનપંથ ઉજાળ !…
પ્રેમલo
દૂર
પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન
અંધાર;
માર્ગ
સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ
શિશુને સંભાળ…પ્રેમલo
ડગમગતો
પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર
છો ન જાય;
દૂર
માર્ગ જોવા લોભ લગીર ન, એક
ડગલું બસ, થાય, મારે એક
ડગલું બસ, થાય … પ્રેમલo
આજ લગી
રહ્યો ગર્વમાં હું, ને માગી
મદદ ના લગાર;
આપબળે
માર્ગ જોઇને ચાલવા હામ
ભીડી મૂઢ બાળ, હવે
માગું તુજ આધાર … પ્રેમલo
ભભકભર્યા
તેજથી હું લોભાયો ને ભય છતાં
ધર્યો ગર્વ;
વીત્યાં
વર્ષને લોપ સ્મરણથી સ્ખલન
થયાં જે સર્વ; મારે આજ
થકી નવું પર્વ …
પ્રેમલo
તારા
પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી
પ્રેમભેર;
નિશ્ચે
મને તે સ્થિર પગલેથી ચલવી
પહોંચાડશે ઘેર, દાખવી
પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમલo
કર્દમભૂમિ
કળણ ભરેલી ને ગિરિવર
કેરી કરાડ;
ધસમસતાં
જળ કેરા પ્રવાહો, સર્વ
વટાવી કૃપાળ મુને
પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમલo
રજની
જશે ને પ્રભાત ઊજળશે ને
સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં
વદન મનોહર મારે
હૃદય વસ્યાં ચિરકાળ, જે મેં
ખોયા હતાં ક્ષણવાર … પ્રેમલo
- નરસિંહરાવ
દિવેટિયા.
